
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ઉતરાયણ પર્વ નિમિત્તે સરસ્વતી તાલુકાના જેસંગપુરા ગામમાં જીવદયા ગ્રુપ દ્વારા શ્વાનો માટે શિરો બનાવવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં ગામના યુવાનોએ એકત્રિત થઈને ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.
ઉતરાયણ દરમિયાન પ્રાણીઓને ભોજન કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ દિવસે લોકો જીવદયાના ભાવથી ગાય, પક્ષી અને શ્વાન જેવા પ્રાણીઓને ખોરાક અર્પણ કરે છે.
જેસંગપુરાના ગ્રામજનોએ પણ આ પરંપરા જાળવી રાખી છે અને ઉતરાયણના દિવસે શ્વાનોને શિરો બનાવીને ખવડાવે છે. જીવદયા પ્રેમીઓ મુજબ હાલ સરસ્વતી તાલુકાના ઘણા ગામોમાં આવી સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ