
પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં -યુવાન ઉપર હુમલો થયો હતો. જેમાં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હોવાથી એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલા આંબેડકરભવન સામે રહેતા સાગર રમેશભાઇ સાદીયા નામના 21 વર્ષના યુવાને કીર્તિમંદિર પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે, કે તે રવિવારે બપોરે દોઢેક વાગ્યે જૂની કોર્ટના કમ્પાઉન્ડ પાસે ચાની કેબીને ચા પીવા માટે જતો હતો ત્યારે કમ્પાઉન્ડની અંદર ટેબલ નાખીને બેસેલ સીતારામનગરના મહમદ ઇબ્રાહીમે ફરીયાદી સાગર સાદીયાને ત્યાં બોલાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેના માતા-પિતા વિશે પણ ગાળો બોલવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા ગેડીયા વડે ફરીયાદીને પગમાં માર મારીને માતા વિષે પણ ટીપ્પણીઓ કરી હતી. આથી ફરિયાદીનો મિત્ર ધવલ સવદાસ શીંગરખીયા ત્યાં આવ્યો હતો અને તેણે ફરીયાદી સાગરને છોડાવ્યો હતો અને પછી ઘરે જઇને સાગરે પિતા રમેશભાઇ સાદીયા સાથે બનાવની વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં આરોપી મહમ્મદ ઇબ્રાહીમનુ પહેલાનું નામ સુમન બેચર હતુ પરંતુ તેણે ઘણા વર્ષોથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલ છે તેથી આ મહમદ ઇબ્રાહીમ સામે માર મારીને ગાળો દઇને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya