વિસનગર તાલુકાના હસનપુર ગામે જિલ્લા કલેક્ટરની સંતોકબા દ્વારકાદાસ પટેલ શિશુ વિહારની મુલાકાત
મહેસાણા,, 12 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટરે આજ રોજ હસનપુર ગામ ખાતે આવેલ સંતોકબા દ્વારકાદાસ પટેલ શિશુ વિહાર ની મુલાકાત લઈ સંસ્થાની કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન શિશુ વિહારમાં આપવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળકોની હાજરી, સ્વચ્છત
વિસનગર તાલુકાના હસનપુર ગામે જિલ્લા કલેક્ટરની સંતોકબા દ્વારકાદાસ પટેલ શિશુ વિહારની મુલાકાત


મહેસાણા,, 12 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટરે આજ રોજ હસનપુર ગામ ખાતે આવેલ સંતોકબા દ્વારકાદાસ પટેલ શિશુ વિહાર ની મુલાકાત લઈ સંસ્થાની કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન શિશુ વિહારમાં આપવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળકોની હાજરી, સ્વચ્છતા, પોષણ તેમજ મૂળભૂત સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

કલેક્ટરે વર્ગખંડોની વ્યવસ્થા, બાળકો માટે ઉપલબ્ધ શૈક્ષણિક સામગ્રી અને રમણિય પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું. સાથે સાથે શિક્ષકો સાથે ચર્ચા કરીને પ્રારંભિક શિક્ષણમાં ગુણવત્તા કેવી રીતે વધુ સુધારી શકાય તે અંગે સૂચનો આપ્યા. બાળકો સાથે સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો અને અભ્યાસ સાથે રમણને પણ મહત્વ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

શિશુ વિહારમાં બાળકોને મળતા પોષણ આહાર, આરોગ્ય સંબંધિત કાળજી અને સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી. કલેક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક અને શિશુ શિક્ષણ બાળકોના ભવિષ્યની મજબૂત પાયો છે, તેથી તેમાં ગુણવત્તા અને સંવેદનશીલતા બંને જરૂરી છે.

આ તકે સંબંધિત વિભાગના અધિકારીઓ, શિક્ષકો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કલેક્ટરે સંસ્થાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સતત દેખરેખ અને સહકાર આપવાની ખાતરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande