માંડવી રીવરફ્રન્ટ ખાતે, સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો આયુષ મેળો યોજાયો
સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.): રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોન્દીનાં માર્ગદર્શન હેઠળ આયુષ શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા માંડવી રિવર ફ્રન્ટ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવ
Surat


સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.): રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની પ્રેરણા અને જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોન્દીનાં માર્ગદર્શન હેઠળ આયુષ શાખા જિલ્લા પંચાયત સુરત દ્વારા માંડવી રિવર ફ્રન્ટ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાનો મેગા આયુષ મેળો યોજાયો હતો. જેમાં 1300થી વધુ લોકોએ મેળાનો લાભ લીધો હતો. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ અને તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે સુરત જિલ્લા પંચાયત આયુષ શાખાની મોબાઈલ આયુષ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુષ કેલેન્ડર – 2026નું મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આયુર્વેદ, યોગ, હોમિયોપેથીની આયુષ મેડિકલ સેવાઓ દરેક ગ્રામજનોને ઉપલબ્ધ થઈ રહી છે અને તેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના માંડવી, ઉમરપાડા તાલુકામાં આયુર્વેદની પંચકર્મ સારવાર ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલ બને તેવી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં રજૂઆત માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં સાંસદે કહ્યું કે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની આયુર્વેદ પ્રત્યેની લાગણીને કારણે કેન્દ્રીય સરકારમાં અલગ આયુષ મંત્રાલયની સ્થાપના 2014માં થયા પછી આજ સુધી ૧૦ વર્ષમાં આયુષ ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં પણ આયુર્વેદ અને યોગનો બહોળો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે અને દુનિયા ભરમાં આયુર્વેદ અને યોગ ને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ રહી છે.

આ પ્રસંગે જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોન્દી અને તેમની સમગ્ર ટીમ, તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસર્સ, આયુર્વેદ ફાર્માસિસ્ટસ, આઉટસોર્સ સ્ટાફ અને યોગ શિક્ષકોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.

આયુષ મેળામાં આપવામાં આવેલ વિવિધ આરોગ્ય લક્ષી સેવાથી લાભો લીધા હતા. જેમાં આયુર્વેદની 387, હોમિયપેથિકની 156 ઓ. પી. ડી. મળી કુલ 543 લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત આયુર્વેદિક પાન 670, આયુર્વેદ ચાર્ટ પ્રદર્શન, સુવર્ણપ્રાશન, અગ્નિ કર્મ, મર્મ ચીકીત્સા, ઔષધી પ્રદર્શન સહિત મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લિધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande