
નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર પ્રભાસની હોરર-કોમેડી ફિલ્મ ધ રાજા સાબ એ, બોક્સ ઓફિસ પર ત્રણ દિવસ પૂર્ણ કર્યા છે. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે જોરદાર ઓપનિંગ કર્યું હતું, પરંતુ બીજા અને ત્રીજા દિવસે તેની ગતિમાં ઘટાડો થયો હતો. આમ છતાં, ફિલ્મ 100 કરોડ ક્લબમાં પ્રવેશી છે. પ્રભાસનો સ્ટાર પાવર હજુ પણ દર્શકોમાં સ્પષ્ટપણે દેખાય છે.
સેકનિલ્કના અહેવાલ મુજબ, ધ રાજા સાબ એ રિલીઝના ત્રીજા દિવસે રવિવારે ₹ 19.1 કરોડની કમાણી કરી હતી. આનાથી ફિલ્મનું સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન ₹ 108 કરોડ થયું છે. જોકે, પહેલા દિવસે ₹ 53 કરોડ અને બીજા દિવસે ₹ 27 કરોડની સરખામણીમાં, ત્રીજા દિવસે કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આશરે ₹ 400 કરોડના જંગી બજેટ પર બનેલી આ ફિલ્મ માટે આગળનો રસ્તો સરળ હોવાની અપેક્ષા નથી.
'ધુરંધર' માટે બોક્સ ઓફિસ રિપોર્ટ
બીજી બાજુ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર', ફરી એકવાર તેની તાકાત સાબિત કરી છે. રિલીઝ થયાના એક મહિના પછી પણ, ફિલ્મનો જાદુ દર્શકોને મોહિત કરી રહ્યો છે. તેના છઠ્ઠા રવિવારે, 38મા દિવસે, ફિલ્મે ₹6.15 કરોડની જંગી કમાણી કરી, જેના કારણે ભારતમાં તેની કુલ કમાણી ₹805.65 કરોડ થઈ ગઈ. તેના સતત મજબૂત પ્રદર્શનને કારણે, 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ટોચની પસંદગી બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ