
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બે શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે આપેલ તેમની સેવાઓને યાદ કરી સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
નિવૃત્ત થનારા શિક્ષકોમાં પી.પી. પટેલ હાઈસ્કૂલના અતુલભાઈ નાયક અને કે.એ. નદાસીયા ગર્લ્સ હાઈસ્કૂલના રમેશચંદ્ર લિબાચીયાનો સમાવેશ થાય છે. સાથે સાથે બંને શાળાઓના શ્રેષ્ઠ અને આદર્શ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી તેમના પ્રેરણાદાયક કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
સમારંભમાં કેળવણી મંડળના અધ્યક્ષ રામભાઈ પટેલ, મંત્રી અનિલભાઈ પટેલ, પંડિત મમતાબેન, પૂર્વાચાર્ય પ્રહલાદભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ, ગર્લ્સ સ્કૂલના આચાર્યા સોનલબેન સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનિષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ