જર્મન ચાન્સેલર બે દિવસની ભારત મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા, પ્રધાનમંત્રી મોદીને મળશે
અમદાવાદ (ગુજરાત), નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.): જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ, બે દિવસની ભારત મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત દરમિયાન ₹ 52,500 કરોડના સબમરીન સોદ
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ


અમદાવાદ (ગુજરાત), નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.): જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ, બે દિવસની ભારત મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત દરમિયાન ₹ 52,500 કરોડના સબમરીન સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

બંને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, અત્યાધુનિક ટેકનોલોજી તેમજ સબમરીન સોદા અંગે ચર્ચા થવાની અપેક્ષા છે, જે ભારત માટે મહત્વપૂર્ણ છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જની આ મુલાકાત, વૈશ્વિક રાજકીય અસ્થિરતાના સમયે આવી રહી છે. ભારત અને જર્મની બંને સંરક્ષણ સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માંગે છે. જર્મન ચાન્સેલર બન્યા પછી મર્જની આ એશિયાની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ મુલાકાતનો મુખ્ય એજન્ડા ભારતીય નૌકાદળ માટે છ અત્યાધુનિક સબમરીન ખરીદવાનો પ્રસ્તાવ છે. આ સોદો આશરે ₹ 52,500 કરોડનો હોવાનો અંદાજ છે. આ કરાર જર્મનીની અગ્રણી સંરક્ષણ કંપની, થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ વચ્ચે ભાગીદારી તરફ દોરી શકે છે. આ કરાર ભારતની દરિયાઈ શક્તિને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

અમદાવાદમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત ઉપરાંત, ફ્રેડરિક મર્જ, સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. તેઓ પતંગ મહોત્સવ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande