બાલીસણા ગામમાં યુવક મંડળ દ્વારા દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન હાથ ધરાયું
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ઉતરાયણ પર્વ નિમિત્તે બાલીસણા ગામમાં યુવક મંડળ દ્વારા દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની અભિયાન હાથ ધરાયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પતંગની દોરીથી થતી ગંભીર ઇજાઓથી વાહનચાલકોને બચાવવાનો છે. આ અભિયા
બાલીસણા ગામમાં યુવક મંડળ દ્વારા દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની અભિયાન હાથ ધરાયું


પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.)ઉતરાયણ પર્વ નિમિત્તે બાલીસણા ગામમાં યુવક મંડળ દ્વારા દ્વિચક્રીય વાહન ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાની અભિયાન હાથ ધરાયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પતંગની દોરીથી થતી ગંભીર ઇજાઓથી વાહનચાલકોને બચાવવાનો છે.

આ અભિયાન અંતર્ગત 200થી વધુ દ્વિચક્રીય વાહનો પર સેફ્ટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા હતા. આ ગાર્ડ ખાસ કરીને વાહનચાલકોના ગળા અને ચહેરાને તીક્ષ્ણ દોરીથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે.

આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન બાલીસણા યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અભિયાનને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande