અમરેલી શહેરના ચકરગઢ રોડ પર ડબલ રેલવે અન્ડર બ્રિજનું લોકાર્પણ, ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ
અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી શહેરમાં ચકરગઢ રોડ ખાતે રેલવે લાઇન પાર કરવા માટે અગાઉ માત્ર સિંગલ અન્ડર બ્રિજ બનાવવાની યોજના હતી, જેને લઈને ટ્રાફિક વધવાની અને ભવિષ્યમાં મુશ્કેલી સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતે અમરેલી જિલ્લાની
અમરેલી શહેરના ચકરગઢ રોડ પર ડબલ રેલવે અન્ડર બ્રિજનું લોકાર્પણ, ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ


અમરેલી, 12 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી શહેરમાં ચકરગઢ રોડ ખાતે રેલવે લાઇન પાર કરવા માટે અગાઉ માત્ર સિંગલ અન્ડર બ્રિજ બનાવવાની યોજના હતી, જેને લઈને ટ્રાફિક વધવાની અને ભવિષ્યમાં મુશ્કેલી સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતે અમરેલી જિલ્લાની વર્તમાન વસ્તી તેમજ આગામી વર્ષોમાં થનારા શહેરી વિકાસને ધ્યાનમાં રાખી માનનીય રેલ્વે મંત્રી સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતના પરિણામે સદરહુ સિંગલના બદલે ડબલ રેલવે અન્ડર બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી બાદ નિર્માણ પૂર્ણ થતાં આજે આ મહત્વપૂર્ણ ડબલ અન્ડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અન્ડર બ્રિજ શરૂ થતાં ચકરગઢ રોડ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે તેમજ વાહનચાલકોને સરળ અને સુરક્ષિત માર્ગ મળશે.

લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, નગરપાલિકાની ચૂંટાયેલી ટીમ તેમજ સંગઠનની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આ વિકાસકાર્યને અમરેલી શહેર માટે મહત્વપૂર્ણ ગણાવી, જનસુવિધામાં વધારો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ડબલ અન્ડર બ્રિજના નિર્માણથી શહેરના ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે, સમય અને ઇંધણની બચત થશે તેમજ આવનારા વર્ષોમાં વધતી વાહન સંખ્યાને પણ યોગ્ય રીતે સંભાળી શકાય તેવું માળખું તૈયાર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande