
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : નવા વર્ષની શરૂઆત ને એક નવી દિશા માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા આપવા માટે સિદ્ધપુરમાં એક વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરેલ સુપ્રસિદ્ધ આધ્યાત્મિક વક્તા બીકે શિવાની દીદી નો સુંદર કાર્યક્રમ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સિદ્ધપુર દ્વારા તારીખ 16-1-2026 ને શુક્રવારના રોજ સાંજે 4:30 કલાકે ગોકુલ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે જેમાં અતિથિ વિશે તરીકે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે.
સિધ્ધપુર ખાતે આયોજિત આધ્યાત્મિક કાર્યક્રમ માટે સિદ્ધપુર બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્ય સંચાલિકા તરીકે વિજ્યા દીદી દ્વારા સિદ્ધપુર તથા આજુબાજુના ગામ લોકોને ઈશ્વરીય નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ