વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬: વિદેશી પતંગબાજો અને સંસ્કૃતિના સંગમે સર્જાયો વૈશ્વિક ઉત્સવ
મહેસાણા, 12 જાન્યુઆરી (હિ.સ.) વડનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ એ આ વર્ષે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. ઐતિહાસિક નગરી Vadnagar ના આકાશમાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજોએ ઉડાવેલા રંગબેરંગી અને અનોખી આકારની પતંગોએ સૌને મંત્રમુગ્
વડનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬: વિદેશી પતંગબાજો અને સંસ્કૃતિના સંગમે સર્જાયો વૈશ્વિક ઉત્સવ


મહેસાણા, 12 જાન્યુઆરી (હિ.સ.) વડનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ એ આ વર્ષે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. ઐતિહાસિક નગરી Vadnagar ના આકાશમાં દેશ-વિદેશથી આવેલા પતંગબાજોએ ઉડાવેલા રંગબેરંગી અને અનોખી આકારની પતંગોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. જાપાન, થાઈલેન્ડ, બ્રાઝિલ, ફ્રાન્સ સહિત અનેક દેશોના પતંગબાજોએ પોતાની કલાત્મક કળાથી મહોત્સવને વૈશ્વિક રંગ આપ્યો.

મહોત્સવ દરમિયાન પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય, સંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા, દાંડિયા અને લોકસંગીતની રમઝટે દર્શકોને ઝૂમવા મજબૂર કર્યા. સ્થાનિક કલાકારોને પણ મંચ મળતાં તેમની પ્રતિભા ઉજાગર થઈ. સાથે સાથે હસ્તકલા, સ્થાનિક વાનગીઓ અને પ્રદર્શનો દ્વારા વડનગરની સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર દર્શન કરાયું.

આ મહોત્સવે પ્રવાસનને પણ વેગ આપ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓની હાજરીથી શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. આયોજન સમિતિ અને પ્રશાસનની સુચારુ વ્યવસ્થાના કારણે કાર્યક્રમ સફળ રહ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ એ વડનગરને વિશ્વના પતંગપ્રેમીઓના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande