જામનગરમાં મકર સંક્રાંતિ પર્વે રો-મટીરીયલના ભાવમાં વધારો થતાં પતંગના 20 ટકા જેટલા મોંઘા થયા
જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : ઉતરાયણને આડે હવે બે દિવસ જ બાકી છે. ત્યારે જામનગરની બજારમાં એકથી એક ચડિયાતી વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે. જામનગરની બજારમાં હાલ નરેન્દ્ર મોદી, સોફિયા કુરેશી સહિતના જાતજાતના તસવીરની ડિઝાઇન વાળા પતંગો જોવા મળી રહ્યા
પતંગ બજાર


જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : ઉતરાયણને આડે હવે બે દિવસ જ બાકી છે. ત્યારે જામનગરની બજારમાં એકથી એક ચડિયાતી વેરાયટીના પતંગ જોવા મળી રહ્યા છે.

જામનગરની બજારમાં હાલ નરેન્દ્ર મોદી, સોફિયા કુરેશી સહિતના જાતજાતના તસવીરની ડિઝાઇન વાળા પતંગો જોવા મળી રહ્યા છે. મજૂરી અને રો-મટીરીયલના ભાવ વધતા જામનગરની પતંગ બજારમાં 20 ટકા જેવો ભાવ વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે પતંગ માટે વપરાંત વાંસના ભાવ વધ્યા છે. સાથે જ કાગળના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. પ્લાસ્ટિકના ભાવના 10 ટકા જેવો તોતિંગ ભાવ વધારો અને પતંગ પાછળની મજૂરી પણ મોંઘી થઈ હોવાથી પતંગના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે.

ગત વર્ષે 5 નંગ પતંગ 10 રૂપિયામાં મળતા હતાં તેના આ વર્ષે સીધા 20 રૂપિયા થયા છે. રો-મટીરીયલમાં ભાવ વધારાને લઈ પતંગના ભાવ વધ્યા છે. છતાં પણ પતંગરસિયાનો ઉત્સાહ અકબંધ રહી શકે

આ વખતે ઉતરાયણના આગમનને પગલે જામનગરની બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી ઉપરાંત ભારતના ગર્વ સમાન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ઓપરેશન સિંદૂર વેળાએ દુશ્મન દેશ પરની એર સ્ટાઇકમાં સફળતા અપાવનાર કર્નલ સોફિયા કુરેશીની તસવીર વાળા પતંગોનો ક્રેઝ વધ્યો છે. જામનગરમાં 10 રૂપિયાના પાંચ પતંગથી માંડી 500 રૂપિયાના પાંચ પતંગ સુધીની વેરાયટી ઉપલબ્ધ છે.

પતંગ-માંઝામાં 10 થી 20% નો વધારો

માંઝામાં 400 રૂપિયાથી લઈ 600 , 800 અને 1 હજાર રૂપિયાની કિંમતના માંઝા ઉપલબ્ધ છે. તેમાં પણ 10 થી 20 ટકા વેરાયટી મુજબ ભાવ વધારો નોંધાયો છે. પતંગની દોરીમાં હાલ પ્રતિબંધને લીધે કાચનો ઉપયોગ થતો નથી તેના સ્થાને અન્ય પાવડર ઉપયોગમાં લેવાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande