


પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : બાંટવાનો ખારો ડેમમાંથી 80 એમ.સી. એફ.ટી. પાણી છોડવામાં આવ્યુ છે. બાંટવા ખારો સિંચાઈ યોજનામાંથી હેઠવાસના ગામોની નદીમાં પાણી છોડી રવિ સિંચાઇ યોજના 2025-26 મોસમ માટે પિયતની માંગણી અનુસાર સરકારમાંથી ચાલુ સાલે- વર્ષે ઘેડ વિસ્તારમાં થયેલા નુકશાનને ધ્યાને લેતા 80 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ચાર્જ વસુલ્યા સિવાય નિઃશુલ્ક સિંચાઇ માટે નદીમાં પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવેલ હતી.
ઉપરાંત જરૂરિયાત મુજબ તથા મંજૂરીની મર્યાદામાં બાંટવા ખારો સિંચાઇ યોજનામાંથી પાણી છોડવાનું ઉત યોજનામાંથી નદીમાં તાત્કાલિક પાણી છોડતા નજીકના ગામો માણાવદર તાલુકાના ગામો ભલગામ, એકલેરા, કોડવાવ, સમેગા, થાપલા તથા કુતિયાણા તાલુકાના ગામો રેવદ્રા, ધરસન, તરખાઇ, ગઢવાણા, મહિયારી ખેડૂત સિંચાઇકારો વતી ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા રજુઆત થયેલ હોય જે અન્વયે પાણી છોડવામાં આવ્યુ હતુ. જે અન્વયે હેઠવાસમાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં કોઇએ અવરજવર ન કરવા સુચના અપાઇ હતી તથા ખેડૂતોને સિંચાઇનો લાભ લેવા માટે અપીલ થઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya