સિદ્ધપુર–પસવાદળ–કૃષ્ણનગર બસ રૂટ ફેરફારથી મુસાફરો પરેશાન
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર ડેપો દ્વારા સંચાલિત સિદ્ધપુર–પસવાદળ–કૃષ્ણનગર બસ સેવાના રૂટમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બસને કૃષ્ણનગરના બદલે ગીતા મંદિર તરફ વાળવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્
સિદ્ધપુર–પસવાદળ–કૃષ્ણનગર બસ રૂટ ફેરફારથી મુસાફરો પરેશાન


પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર ડેપો દ્વારા સંચાલિત સિદ્ધપુર–પસવાદળ–કૃષ્ણનગર બસ સેવાના રૂટમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બસને કૃષ્ણનગરના બદલે ગીતા મંદિર તરફ વાળવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બસ લાંબા સમયથી નિયમિત રીતે સવારે સિદ્ધપુરથી અડાલજ ચોકડી, કોબા સર્કલ અને ઈન્દિરા બ્રિજ થઈને કૃષ્ણનગર પહોંચતી હતી. આ રૂટ પર નોકરીયાત વર્ગ સહિત મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોવાથી બસ સારો ટ્રાફિક ધરાવતી હતી.

ડેપોના નિર્ણય બાદ કોબા સર્કલ, ઈન્દિરા બ્રિજ અને કૃષ્ણનગર વિસ્તારમાં જતાં મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. રૂટ ફેરફાર પાછળના કારણોને લઈ મુસાફરોમાં પ્રશ્નો ઊભા થયા છે અને સામાન્ય જનતામાં નારાજગી જોવા મળી રહી છે. મુસાફર લલિતભાઈ પરમારે બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

આ અંગે સિદ્ધપુર ડેપો મેનેજર હિતેશ પટેલે જણાવ્યું કે, સુભાષ બ્રિજ તોડાયા બાદ વાડજ પોલીસ દ્વારા બસને જવા દેવામાં ન આવતા રાણીપ માર્ગે ફેરવવી પડતી હતી. ઉપરથી મળેલી સૂચના અને મુસાફરોની સવલતને ધ્યાનમાં રાખીને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande