રાણાવાવમાં અપહરણના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી પોલીસ
પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ 137(2),87,64(2)(આઈ) (એમ) 249,54 પોકસો એકટ કલમ 4,6, 8, 17 મુજબનો નોંધાયેલ ગુનામાં ફરીયાદીની સગીર વયની દીકરીનું આરોપી કરણ લખમણભાઇ સીંહોરાએ અપહરણ કર્યું હતું. જે ગુન્હ
રાણાવાવમાં અપહરણના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી પોલીસ.


પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ 137(2),87,64(2)(આઈ) (એમ) 249,54 પોકસો એકટ કલમ 4,6, 8, 17 મુજબનો નોંધાયેલ ગુનામાં ફરીયાદીની સગીર વયની દીકરીનું આરોપી કરણ લખમણભાઇ સીંહોરાએ અપહરણ કર્યું હતું. જે ગુન્હાની તપાસ રાણાવાવ પો.સ્ટે. ના પોલીસ ઈન્સ. એન.એન. તળાવિયા કરી રહ્યા હતા. રાણાવાવ પો.સ્ટે. પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા રાણાવાવ પો.સ્ટાફના અધિકારીઓને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસના આધારે આ કામના આરોપી તથા ભોગબનનાર બજરંગપુર ગામ તા.જી. જામનગર ખાતે હોવાનું જાણવા મળતા તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપી તેમજ ભોગ બનનારનું ઝડપાયા અપહરણ કરવામાં મદદ કરનાર સંદીપ રવજીભાઇ લુદરીયા તથા આરોપી તથા ભોગબનનાર પોલીસ પાસે પકડાઈ નહી તે માટે અલગ-અલગ જગ્યાઓએ આરોપી તથા ભોગબનનારને સાથે લઇ જનાર લખમણભાઈ બાબુભાઈ સીહોરાને ઝડપી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં રાણાવાવ PI એન.એન. તળાવિયા તથા PSI આર.વી.મોરી, ASI આર.એસ. ઓડેદરા, આર.બી. ડાંગર, HC બી.જે.દાસા,એસ. આર.કરંગીયા, PC સરમણ દેવાયતભાઈ, સંજય વાલાભાઈ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઈ, કુણાલસિંહ પ્રવિણસિંહ તથા લખમણ મેરૂભાઈ વિગેરે રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande