ચાણસ્મામાં ભૂગર્ભ ગટર ઉભરાવથી રહીશો પરેશાન, સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા નગરના રૂપેશ્વર અને ભદરીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગટરનું ગંદુ પાણી રોડ પર ફેલાતાં અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને દુર્ગંધના કારણે લોકો ત્રાહિમા
ચાણસ્મામાં ભૂગર્ભ ગટર ઉભરાવથી રહીશો પરેશાન, સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી

ચાણસ્મામાં ભૂગર્ભ ગટર ઉભરાવથી રહીશો પરેશાન, સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી

ચાણસ્મામાં ભૂગર્ભ ગટર ઉભરાવથી રહીશો પરેશાન, સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી

પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : ચાણસ્મા નગરના રૂપેશ્વર અને ભદરીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ગટરનું ગંદુ પાણી રોડ પર ફેલાતાં અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

માહિતી અનુસાર, આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામ કરતી એજન્સીએ કોઈ કારણોસર અધૂરું કામ છોડી દીધું હતું. પરિણામે રોડ પર ગટરનું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તથા આરોગ્ય જોખમ પણ વધી રહ્યું છે.

સમસ્યાથી કંટાળીને સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખે એજન્સીના વાંધાના કારણે કામ અટક્યું હોવાનું જણાવ્યું અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande