
અમરેલી,12 જાન્યુઆરી (હિ.સ.) સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટના ભૂમિ પૂજન પ્રસંગે ભવ્ય અને ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ પાવન પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ તેમજ પૂજ્ય ભક્તિબાપૂની વિશેષ ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને સેવાભાવથી છલકાઈ ઉઠ્યું હતું.
આ કાર્યક્રમમાં સંજય ખરાત, હરેશ મહેતા, દિવ્યકાન્ત સૂચક, પન્ના નાયક તથા નટવર ગાંધી સહિતના ગણમાન્ય મહેમાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. સૌએ ટ્રસ્ટના ઉદ્દેશો અને ભાવિ સેવાકાર્યોને બિરદાવ્યા હતા.
પૂજ્ય મોરારીબાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે સત્ય, પ્રેમ અને કરુણા માનવજીવનના મૂળ સ્તંભ છે. આવા ટ્રસ્ટો દ્વારા સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચે છે અને માનવતા મજબૂત બને છે. તેમણે ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ સેવાભાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
ટ્રસ્ટ દ્વારા ભાવિ સમયમાં સામાજિક સેવા, આરોગ્ય, શિક્ષણ અને માનવ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી. ભૂમિ પૂજન સાથે સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટના સેવાયાત્રાનો શુભ આરંભ થયો હોવાનું સૌએ માન્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai