

- શિક્ષણ સેવા અને સમાજસેવાનો અનોખો સંગમ.
ગાંધીનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર દ્વારા પૂર્વ ચેરમેન સ્વ. માણેકલાલ એમ. પટેલ (સાહેબ)ની 14મી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 564 વિદ્યાર્થીઓને 1.52 કરોડ રૂપિયાની સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ કડી મુકામે યોજાઈ ગયો. જેમાં સંસ્થાના દાતાઓ તથા ટ્રસ્ટી મંડળના સભ્યોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
વર્તમાન ચેરમેન વલ્લભ એમ. પટેલ દ્વારા પૂર્વ ચેરમેન સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં 12 જાન્યુઆરી 2013 પુણ્યતિથિ નિમત્તે દર વર્ષે ‘માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ’ તેમની સ્મૃતિમાં યોજવામાં આવે છે. સ્વ. માણેકલાલ સાહેબ સંસ્થાના મંત્ર ‘કર ભલા હોગા ભલા’ના સાર્થક કરીને ‘શિક્ષણ એ જ સાચી સેવા’ના સૂત્ર આપી તેને સાર્થક કર્યું છે. તેઓએ સર્વ વિદ્યાલય પરિવારને એક વટવૃક્ષ બનાવ્યું છે. પ્રેરણા સ્વરૂપે વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવતી સ્કોલરશીપને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં મેરીટ આધારિત વિદ્યાર્થીઓને ‘શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ’ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા આ વર્ષે 414 છે. જયારે આર્થિક રીતે જરૂરત મંદ વિદ્યાર્થીઓને ‘શ્રી માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોલરશીપ’ આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ અને અનિશ અડકે સ્કોલરશીપ (હ્યુમનનિટિસ એન્ડ સોશિયલ સાયન્સ) અને મિહિર પટેલ સ્કોલરશીપ (સાયન્સ એન્ડ ટેકનોલોજી) સાથે કુલ મળીને 564 વિદ્યાર્થીઓને રૂપિયા 1.52 કરોડની સ્કોલરશીપ સંસ્થાના દાતાઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
આ અવસરે દાતા ડૉ. વિઠ્ઠલ પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રૂચિ તથા પ્રોત્સાહિત કરવા માટે સ્કોલરશીપની પ્રથા શરૂ કરવા બદલ વિશેષ અભિનંદનને પાત્ર છે. સાથે તેઓ સમાજને દિશા નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, વ્યક્તિમાં રહેલી વિદ્વતાને સમાજે મહત્વ આપી પ્રોત્સાહિત કરવામાં જોઈએ. જે વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં પાયારૂપ બની રહેશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મારા જીવન ઘડતરમાં પાયારૂપ આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી તરીકે પણ ગર્વ અનુભવું છું.
યુ.એસ.એ.થી પધારેલા દાતા દિનેશ પટેલે જણાવ્યું હતું કે, વલ્લભભાઈના માર્ગદર્શન હેઠળ USAના વોશિગ્ટંન ડીસી ખાતે ‘નોન પ્રોફિટ સંસ્થા કે.એસ.વી.’ સંસ્થાની ઓફિસ શરૂ કરવામાં આવી છે. જે KSVના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી ઘડતરમાં સહાયક બનશે. છેલ્લા 107 વર્ષથી સતત સર્વ વિદ્યાલય સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા આ અદા કરે છે. આ બદલ સર્વ વિદ્યાલય પરિવાર અભિનંદનીય છે.
જયારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગરના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ એ જ સાચી સેવા’નો મંત્ર સાચા અર્થમાં સિદ્ધ કરનાર અને સમાજ સેવામાં જીવન સમર્પિત કરનાર પૂ. છગનભાના ‘કર ભલા હોગા ભલા’ના મંત્રને જીવનમંત્ર બનાવી સર્વ વિદ્યાલય પરિવારને વટવૃદ્ધ બનાવનાર પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલ(સાહેબ)ની ચૌદમી પુર્ણયતિથી પ્રસંગે શત શત વંદન કરીને સંસ્થાના કર્ણધારો દાસકાકા,ધનાભાઈ સહિતના મુરબ્બિઓના અમૂલ્ય વર્ષો અને મૂડી દ્વારા આ સંસ્થાને પોશી છે. તેમની આ સમાજસેવા અને શિક્ષણપ્રતિબદ્ધતા આજે હજારો વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરી રહી છે. અને આજે સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીમાં સહાયક બની રહેશે. આ વિદ્યાર્થી એક ઉચ્ચ કારકિર્દી ઘડી ભવિષ્યમાં ભાવિ પેઢી માટે ઉદાહરણ રૂપ બનશે. એવી શુભેચ્છા પાઠવું છું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ