



પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી.ભવન-પોરબંદર દ્રારા આયોજિત NEP 2020 અંતર્ગત નિપુણ ભારત થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષા વાર્તા સ્પર્ધા 2025 - 26નું આયોજન રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં પોરબંદર તાલુકાના કુલ ૫૭ બાળ વાર્તાકારોએ ભાગ લીધેલ હતો. બાલવાટિકા થી ધોરણ 2 સુધીના બાળ વાર્તાકારો એ વાર્તા નિર્માણ,ધોરણ 3 થી 5 સુધીના બાળ વાર્તાકારો એ વાર્તા નિર્માણ તેમજ ધોરણ 6 થી 8 સુધીના બાળકો એ વાર્તા લેખન જેવી કુલ 3 સ્પર્ધાનું આયોજન થયેલ હતું.
આ કાર્યક્રમ માં પોરબંદર રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય ડૉ એ.વાય.રાઠોડ સાહેબ, રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના સિનિયર લેક્ચરર ડૉ એમ.વી.વેકરીયા સાહેબ,તાલુકા લાયઝન ડો.રામચંદ્ર મહેતા સાહેબ,બી આર સી કો ઓર્ડીનેટર પરેશકુમાર પુરુષવાણી ઉપસ્થિત રહ્યા હતા,જેમણે બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ઇનામ ની કીટ એનાયત કરવામાં આવેલ હતી. ઇનામ ની કીટ નિર્ણાયક ખિસ્ત્રી પ્રા શાળા ન ઉત્સાહી શિક્ષક હમીરભાઇ ખિસ્તરીયા દ્વારા તમામ બાળકો ને આપેલ હતી.
તમામ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા.તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ નિર્ણાયક અને બ્લોક પોરબંદરની તમામ ટીમને પણ પ્રમાણપત્ર અને ઇનામ ની કીટ આપવામાં આવેલ હતા. કાર્યક્રમના અંતે તમામ માટે ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ હતુંતમામ નિર્ણાયક મિત્રો દ્વારા પણ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી.કો. પરેશકુમાર પુરુષનાણી દ્વારા કરવામાં આવેલ હતું.
પોરબંદર તાલુકાના આ ભવ્ય કાર્યક્રમને સુંદર મજાનું સ્થળ ફાળવવા બદલ પોરબંદરની તાલુકા શિક્ષણ ટીમ દ્વારા રામબા ડાયટ પોરબંદરનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પોરબંદર તાલુકાના લાયઝન ડો.રામચંદ્ર મહેતા બી.આર.સી.કો. ઓર્ડિનેટર પોરબંદર પરેશકુમાર ડી.પુરૂષનાણી તથા તેમની સમગ્ર સી આર સી અને બ્લોક ટીમ પોરબંદર એ ભારે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya