પોરબંદરમાં બળેજ 108ની ટીમ બની દેવદૂત
પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : નવીબંદર ગામે પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ને ફોન આવ્યો હતો જે ફોન આવતાની સાથે બળેજ 108 ની ટિમ પોરબંદર જીલ્લાના નવી બંદર ગામ પહોંચી હતી. પ્રથમ વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમ
બળેજ 108ની ટીમ બની દેવદૂત.


બળેજ 108ની ટીમ બની દેવદૂત.


પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : નવીબંદર ગામે પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ને ફોન આવ્યો હતો જે ફોન આવતાની સાથે બળેજ 108 ની ટિમ પોરબંદર જીલ્લાના નવી બંદર ગામ પહોંચી હતી. પ્રથમ વખત રહેલ સગર્ભા મહિલા દર્દીને ઓચિંતા પ્રસુતિની પીડા ઉપડતા 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી. સમય સૂચકતા મુજબ હોસ્પિટલ લઇ જતા સમયે 108 ના EMT ભનુભાઈ મોકરિયા અને પાયલોટ રોહિત કામરીયા પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી રસ્તામાં ડીલેવરી કરાવી હતી અને દીકરાનો જન્મ થયો હતો. ercp Dr. ટી આર પટેલની સલાહથી એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ મહિલાને સરકારી લેડી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફ્ટ કરવામાં આવ્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમય માં મહત્વ ની સાબિત થય રહી છે. પુત્રનો જન્મ થતા EMT ભનુભાઈ મોકરિયા અને બળેજ 108 ટીમ ને બિરદાવ્યા હતા આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશભાઈ અને જિલ્લા કો-ઓર્ડીનેટર જયેશભાઈએ અભિનદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande