પોરબંદરમાં બાઈક ચોરીના આરોપીને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો
પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં બાઈક ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર જીલ્લામાં મિલ્કત સંબંધી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલ
બાઈક ચોરીના આરોપીને પાસા હેઠળ સુતર જેલ હવાલે કરાયો.


પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં બાઈક ચોરીના ત્રણ ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

પોરબંદર જીલ્લામાં મિલ્કત સંબંધી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા ના માર્ગદર્શન હેઠળ ત્રણ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મનીષ ઉર્ફે મોબાઇલ ગીગાભાઇ મઢવી, ઉ.વ.35 રહે. આશાપુરા ચોક, ઘાસ ગોડાઉન વાળી ગલીમાં, વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયાએ વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande