પોરબંદર મનપામાં ભળેલા ચાર ગામોમાં 9.50 કારોના ખર્ચે પાણીના સંપ બનશે
પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મનપામાં નવા ભળેલા ચાર ગામોમાં 9.50 કારોના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે હેઠળ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા ટૂંક સમયમાં વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ચાર ગામોને પોરબં
પોરબંદર મનપામાં ભળેલા ચાર ગામોમાં 9.50 કારોના ખર્ચે પાણીના સંપ બનશે


પોરબંદર, 12 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મનપામાં નવા ભળેલા ચાર ગામોમાં 9.50 કારોના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે હેઠળ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા ટૂંક સમયમાં વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે.

પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ચાર ગામોને પોરબંદર મનપામાં ભેળવવામાં આવ્યા હતા જેમાં દિગ્વિજયગઢ, વનાણા, રતનપર અને જાવરનો સમાવેશ થાય છે. આ ગામોમાં વિકાસની વિવિધ યોજના હેઠળ સમાવેશનું આયોજન છે. ત્યારે 9.5 કરોડના ખર્ચે પાણીના નેટવર્કો ઉભા કરવામાં આવશે. પોરબંદર મનપાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પોરબંદર મનપા વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ વિકાસના કામો ચાલી રહ્યા છે. સાથે સાથે નવા ભળેલા ગામો પણ વિકાસનો રથ દોડે તે માટે આયોજન મનપા કરી રહી છે.

ત્યારે નવા ભળેલા દિગ્વિજયગઢ, વનાણા, રતનપર અને જાવરમાં 9.50 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે મંજુર થયું છે. જેમાં નવા ભળેલા ચારે ગામોમાં જરૂરિયાત મુજબ પાણીના નવા સંપો ઉભા કરવામાં આવશે. તથા ખૂટતા નેટવર્કો બનાવવામાં આવશે. તેમજ કામગીરી દરમિયાન ખરાબ માર્ગને પણ રીપેર કરવાનું આયોજન છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. ત્યારબાદ આ કામગીરી ઝડપથી ચાલુ થઈ જશે. આ સિવાય પણ નવા ભળેલા ગામોમાં સરકારની વિવિધ યોજના તેમજ મળતી ગ્રાન્ટો હેઠળ વિકાસનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande