રાહુલ ગાંધી, આજે કર્ણાટકના મૈસુરુની મુલાકાત લેશે
મૈસુરુ (કર્ણાટક), નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.): કર્ણાટક રાજ્ય કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અફવાઓ વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે મૈસુરુ પહોંચી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને મળે
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


મૈસુરુ (કર્ણાટક), નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.): કર્ણાટક રાજ્ય કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અફવાઓ વચ્ચે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે મૈસુરુ પહોંચી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને મળે તેવી અપેક્ષા છે.

રાહુલ ગાંધી, બપોરે 2:20 વાગ્યે ખાસ ફ્લાઇટ દ્વારા મૈસુરુ એરપોર્ટ પર પહોંચશે અને પછી હેલિકોપ્ટર દ્વારા કેરળના વાયનાડ જવા રવાના થશે. તે પહેલાં, સિદ્ધારમૈયા અને શિવકુમાર રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. સત્તાના હસ્તાંતરણ અને મંત્રીમંડળમાં ફેરબદલ અંગેના વિરોધાભાસી સંદેશાઓ વચ્ચે, રાહુલની મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande