રામેશ્વરમના 10 માછીમારોની શ્રીલંકાના નૌકાદળે અટકાયત કરી
ચેન્નાઈ, નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.): શ્રીલંકાના નૌકાદળે, રામેશ્વરમના 10 માછીમારોની અટકાયત કરી છે અને એક માછીમારી બોટ જપ્ત કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુ અને પોંડીચેરીના માછીમારોની સરહદ પારથી માછીમારી કરવાના આરોપમાં ધરપકડ કરીને તેમન
સાંકેતિક


ચેન્નાઈ, નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.): શ્રીલંકાના નૌકાદળે, રામેશ્વરમના 10 માછીમારોની અટકાયત કરી છે અને એક માછીમારી બોટ જપ્ત કરી છે. શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુ અને પોંડીચેરીના માછીમારોની સરહદ પારથી માછીમારી કરવાના આરોપમાં ધરપકડ કરીને તેમની બોટ જપ્ત કરીને સરકારી મિલકત જાહેર કરવામાં આવે છે, આવી ઘટનાઓ સતત ધ્યાનમાં આવી રહી છે. આ માછીમારોની આજીવિકા પર ગંભીર અસર કરી રહી છે.

આવી જ એક ઘટનામાં, રામેશ્વરમના 10 માછીમારોને નેદુનથીવુ વિસ્તારમાં સરહદ પારથી, માછીમારી કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. માછીમારોને જાફના મત્સ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

માછીમારોની ધરપકડથી તેમના પરિવારો અને માછીમાર સમુદાયમાં રોષ ફેલાયો છે. શ્રીલંકાના નૌકાદળે અતિક્રમણ થી કામ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે.

શ્રીલંકાના નૌકાદળ ધરપકડ કરાયેલા માછીમારોની પૂછપરછ કરી રહી છે. માછીમારોએ માંગ કરી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો આવી ઘટનાઓને રોકવા માટે નક્કર પગલાં લે.

હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande