
પોરબંદર,14 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ખેલમહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની અં-11, અં-14 અને અં-17 માટે બેડમિન્ટન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોજાનારી આ સ્પર્ધાઓમાં વિવિધ વય સમૂહના ખેલાડીઓને પોતાનું કૌશલ્ય દર્શાવવાની તક મળશે.
આ કાર્યક્રમ મુજબ અં-17 ભાઈઓની સ્પર્ધા તા. 16 જાન્યુઆરીએ, અં-14 ભાઈઓની સ્પર્ધા તા. 18 જાન્યુઆરીએ, અં-17 બહેનોની સ્પર્ધા તા. 20 જાન્યુઆરીએ, અં-14 બહેનોની સ્પર્ધા તા. 22 જાન્યુઆરીએ, અં-11 બહેનોની સ્પર્ધા તા. 24 જાન્યુઆરીએ તેમજ અં-11 ભાઈઓની સ્પર્ધા તા. 25 જાન્યુઆરીએ યોજાનાર છે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજ્યકક્ષાની આ બેડમિન્ટન સ્પર્ધાઓને પોરબંદર જિલ્લાના રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુરોધ કરાયો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya