ગુરુકુલ મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે યુવા મતદાતા નામ નોંધણી શિબિર યોજાઈ.
પોરબંદર,14 જાન્યુઆરી (હિ.સ.)રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર, સ્વીપ નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુરુકુલ મહિલા કોલેજ, પોરબંદરમાં યુવા મતદાતા નામ નોંધણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદા
ગુરુકુલ મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે યુવા મતદાતા નામ નોંધણી શિબિર યોજાઈ.


ગુરુકુલ મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે યુવા મતદાતા નામ નોંધણી શિબિર યોજાઈ.


ગુરુકુલ મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે યુવા મતદાતા નામ નોંધણી શિબિર યોજાઈ.


પોરબંદર,14 જાન્યુઆરી (હિ.સ.)રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર, સ્વીપ નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ગુરુકુલ મહિલા કોલેજ, પોરબંદરમાં યુવા મતદાતા નામ નોંધણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન લોકશાહી વ્યવસ્થાનું શક્તિકેન્દ્ર છે તેથી 18 વર્ષ પૂર્ણ કરેલી દરેક વિદ્યાર્થીનીએ પોતાના નામની મતદાર તરીકે નોંધણી કરાવે તે હેતુથી આ કાર્યક્રમ એન.એસ.એસ. વિભાગના માધ્યમથી યોજાયો હતો.

મામલતદાર ભરત સંચાણીયાએ વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રમાણમાં મતદાર તરીકે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી અને જતિન રાવલ દ્વારા મતદાનનું મહત્વ નામ નોંધણી પ્રક્રિયા તેમજ વોટર હેલ્પલાઇન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને કોલેજની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક મતદાર નોંધણી માટે ભાગ લીધો હતો.

ચૂંટણી પંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર તરફથી પૂરો સહકાર પ્રાપ્ત આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન કોલેજ ડેવલપમેન્ટ સેલના કોઓર્ડિનેટર ડો. નયન ટાંક દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો. તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રાજેન્દ્ર ચૌધરી અને ડૉ. નમ્રતા સામાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં પોરબંદર મામલતદાર ભરત સંચાણીયા, નાયબ મામલતદાર બારૈયા, એ.ઈ.આઈ. જતિન રાવલ, તેમજ સ્વીપ ટીમના સદસ્યો ગૌરાંગ પોપટ, ડૉ. જીગ્નેશ પ્રશ્નાણી, લક્ષ્મણ છુછર અને સંદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande