

પોરબંદર, 14 જાન્યુઆરી (હિ.સ.)રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026 ની ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની રાહબારી હેઠળ પોરબંદર જીલ્લામાં માર્ગ સલામતી વિષયક વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ટ્રાફિક પોલીસ પોરબંદર, વનાણા ટોલ પ્લાઝા તેમજ જે.સી.આઈ.પોરબંદરના સંયુક્ત ઉપક્રમે વનાણા ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકો માટે નિ:શૂલ્ક નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વાહનચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. આ કેમ્પ આશરે 76 લોકોએ ભાગ લીધેલ હતો જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે આંખના ટીપાં તેમજ અન્ય જરૂરી દવાઓ આપવામાં આવેલ હતી. ઘણા અકસ્માતો આંખમાં નંબર કે કોઈ રોગ હોવાથી સારી રીતે જોઈ ન શકવાને કારણે થતા હોવાથી વાહનચાલકોને સમયાંતરે આંખોનુ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે તેની માહિતી આપવામા આવી હતી.
આ કેમ્પમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ટોલપ્લાઝા મેનેજર અમરજીતસિંહ, દેવેન્દ્ર યાદવ, જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ રાધેશ દાસાણી, અર્જુન કોટેચા, પ્રતિપાલ રાયજાદા, અક્ષય રાયચુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર તથા રાણાવાવ સરકારી હોસ્પિટલના ડો. દિપક રંગવાણી, ડો. કરણ વિઠલાણી, કરસન રાવલિયા, રોનક ખુડેસરા તથા ટીમે સેવા આપેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya