પોરબંદર જિલ્લાના જમરા ગામે ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી અપાઈ.
પોરબંદર,14 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના જમરા ગામમાં ખેડૂત ભાઈઓ માટે જિલ્લા અંદરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ
પોરબંદર જિલ્લાના જમરા ગામે ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી અપાઈ.


પોરબંદર જિલ્લાના જમરા ગામે ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી અપાઈ.


પોરબંદર,14 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના જમરા ગામમાં ખેડૂત ભાઈઓ માટે જિલ્લા અંદરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

આ કાર્યક્રમ દરમિયાન એગ્રી આસિસ્ટન્ટ પારસ મારુ તથા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરી દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની તાતી જરૂરીયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ મહત્વના આયામ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, અચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત પ્રાકૃતિક અસ્ત્રો જેમ કે અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથા રવિપાકો, પિયત અને બિન પિયત ચણા પાકની સફળ પદ્ધતિઓ અંગે પણ માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande