ઉત્તરાયણમાં પક્ષી સંરક્ષણ માટે હોમગાર્ડની પ્રશંસનીય પહેલ, ચાઈનીઝ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.)પાટણમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને ચાઈનીઝ દોરીથી બચાવવા માટે હોમગાર્ડ જવાનોએ એક અનોખી અને સેવાભાવી પહેલ કરી હતી. પોતાની નિયમિત ફરજ ઉપરાંત તેમણે રસ્તાઓ પર પડેલી ઘાતક ચાઈનીઝ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો હતો. આ અભિયાનનો
ઉત્તરાયણમાં પક્ષી સંરક્ષણ માટે હોમગાર્ડની પ્રશંસનીય પહેલ, ચાઈનીઝ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો


ઉત્તરાયણમાં પક્ષી સંરક્ષણ માટે હોમગાર્ડની પ્રશંસનીય પહેલ, ચાઈનીઝ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો


પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.)પાટણમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને ચાઈનીઝ દોરીથી બચાવવા માટે હોમગાર્ડ જવાનોએ એક અનોખી અને સેવાભાવી પહેલ કરી હતી. પોતાની નિયમિત ફરજ ઉપરાંત તેમણે રસ્તાઓ પર પડેલી ઘાતક ચાઈનીઝ દોરી એકઠી કરીને તેનો નાશ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષીઓનું રક્ષણ કરવો અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.

ગુજરાત સરકારે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બજારમાં અને ઉપયોગમાં આ દોરી હજુ પણ જોવા મળે છે. હોમગાર્ડ જવાનોએ જણાવ્યું કે આ દોરી પક્ષીઓ તેમજ મનુષ્યો બંને માટે અત્યંત જોખમી છે. તેથી તેમણે જાતે રસ્તાઓ પરથી દોરી એકઠી કરી અને લોકોને પણ જ્યાં આવી દોરી દેખાય ત્યાં તેનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી.

આ પહેલ અંગે ગિરીશ પરમારે જણાવ્યું હતું કે, “આ મારું કર્તવ્ય છે,” જ્યારે મહેશ પરમારે કહ્યું કે, “હોમગાર્ડ જવાનો હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. અમે ચાઈનીઝ દોરીનો નાશ કરીને સમાજને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande