પાટણના નારાયણ મંદિરમાં ઉત્તરાયણે ઘીના વાઘાનો અદ્ભુત મહિમા
પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.)પાટણમાં આવેલું સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ મંદિર ઉત્તરાયણ પર્વે અનોખી પરંપરા માટે જાણીતું છે. દર વર્ષે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીથી વાઘા તૈયાર કરાયા હતા. આ અલૌકિક દર્શન
પાટણના નારાયણ મંદિરમાં ઉત્તરાયણે ઘીના વાઘાનો અદ્ભુત મહિમા


પાટણના નારાયણ મંદિરમાં ઉત્તરાયણે ઘીના વાઘાનો અદ્ભુત મહિમા


પાટણ, 14 જાન્યુઆરી (હિ.સ.)પાટણમાં આવેલું સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ મંદિર ઉત્તરાયણ પર્વે અનોખી પરંપરા માટે જાણીતું છે. દર વર્ષે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. આ વર્ષે અંદાજે 3 કિલો ચોખ્ખા ઘીથી વાઘા તૈયાર કરાયા હતા. આ અલૌકિક દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને ભક્તિભાવથી ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી.

પાટણ શહેર ઐતિહાસિક શિવ અને જૈન મંદિરો માટે પ્રસિદ્ધ છે, પરંતુ નારાયણ મંદિર તેની અનોખી ઓળખ ધરાવે છે. ઉત્તરાયણના દિવસે ભગવાનને ઘીના વાઘા પહેરાવવાની પરંપરા વર્ષોથી અખંડ ચાલી આવે છે. આ પરંપરા ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભગવાન સાથેના આધ્યાત્મિક સંબંધનું પ્રતીક માનવામાં આવે છે.

મંદિરનો ઇતિહાસ પણ અત્યંત રોચક છે. અકબરના શાસન દરમિયાન દ્વારકાધીશની મૂર્તિ દિલ્હી લઈ જતી સેનાનું ગાડું પાટણમાં રોકાયું, જ્યાં ભગવાન નારાયણે ત્યાં જ વસવાટ કરવાનો સંકલ્પ કર્યો. સમય બાદ મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ હતી, પરંતુ એક ભક્તને સ્વપ્નાદેશ મળતાં ખોદકામમાં મૂર્તિ મળી આવી. મૂર્તિ નિર્વસ્ત્ર હોવાથી ભગવાનના આદેશ મુજબ ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા અને આ અનોખી પરંપરાનો આરંભ થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande