વિશ્વ બેંકે 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2% કર્યો
-ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2% કર્યો નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.): આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. મજબૂત સ્થાનિક માંગ અને કર સુધારાને કારણે વિશ્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ
જીડીપી


-ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2% કર્યો

નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.): આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. મજબૂત સ્થાનિક માંગ અને કર સુધારાને કારણે વિશ્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.2% કર્યો છે. આ તેના જૂનના અંદાજ કરતા 0.9% વધારે છે.

ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ નામના તેના મુખ્ય અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2% રહેવાનો અંદાજ છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી નાણાકીય વર્ષ 2026-27 માં ભારતનો આર્થિક વિકાસ દર ધીમો પડીને 6.5% થઈ શકે છે.

વિશ્વ બેંકનો આ જીડીપી અંદાજ એ ધારણા પર આધારિત છે કે, આ સમયગાળા દરમિયાન 50 ટકાના અમેરિકી આયાત ટેરિફ અમલમાં રહેશે. આમ છતાં, ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળવી રાખે તેવી અપેક્ષા છે, અહેવાલમાં જણાવાયું છે.

વધુમાં, અહેવાલમાં જણાવાયું છે કે, મજબૂત સેવાઓ પ્રવૃત્તિ, સુધારેલી નિકાસ અને રોકાણમાં વધારો થવાને કારણે નાણાકીય વર્ષ 2027-28માં વૃદ્ધિ 6.6 ટકા સુધી વધવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande