
ક્વેટા (બલુચિસ્તાન), નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.): બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓમાં એક મહિલા શિક્ષિકા સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાઓમાં બે અન્ય ઘાયલ થયા છે. મહિલા શિક્ષિકા અલાહાબાદના સાબી વિસ્તારમાં આવેલી ગર્લ્સ હાઇસ્કૂલની પ્રિન્સિપાલ હતી. શાળા નજીક અજાણ્યા બંદૂકધારીઓએ તેમને ગોળી મારી દીધી હતી.
ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર, સાબી પોલીસે જણાવ્યું હતું કે મહિલા શાળાએ જઈ રહી હતી, ત્યારે શાળાના મુખ્ય દરવાજાની બહાર રાહ જોઈ રહેલા અજાણ્યા સશસ્ત્ર માણસોએ તેના પર ગોળીબાર કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
ઉપરાંત ડેરા મુરાદ જમાલીમાં, વેસ્ટ હાઇસ્કૂલ નજીક અજાણ્યા સશસ્ત્ર માણસોએ પોલીસ કોન્સ્ટેબલ અલી ગોહર મગસીની ગોળી મારીને હત્યા કરી દીધી.
ઉપરાંત સિંધના સજાવલના રહેવાસી ખામુન ખાસખલીના પુત્ર 30 વર્ષીય નજર અલીનું, બલુચિસ્તાનના એક ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટના પ્રયાસ દરમિયાન મોત થયું હતું.
વધુમાં, પંજગુરના હાજી ગાઝી સુરદો વિસ્તારમાં થયેલા ગોળીબારમાં હસન હયાત ઘાયલ થયો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન, કેચ જિલ્લાના બલાદાહ વિસ્તારમાં અજાણ્યા સશસ્ત્ર મોટરસાયકલ સવારો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બલોચાબાદના રહેવાસી માજિદ આદમ ઘાયલ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ