બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામીએ, 253 બેઠકો માટે ઘટક પક્ષો સાથે બેઠક વહેંચણી વ્યવસ્થાની જાહેરાત કરી
ઢાકા, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.): બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 12 ફેબ્રુઆરીએ યોજાનારી 13મી સંસદીય ચૂંટણી માટે 253 બેઠકો માટે બેઠક વહેંચણી વ્યવસ્થાની જાહેરાત કરી છે. જમાત 179 બેઠકો, નેશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી) 30, મામુ
બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દ્વારા જાહેરાત


ઢાકા, નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.): બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને 12 ફેબ્રુઆરીએ યોજાનારી 13મી સંસદીય ચૂંટણી માટે 253 બેઠકો માટે બેઠક વહેંચણી વ્યવસ્થાની જાહેરાત કરી છે. જમાત 179 બેઠકો, નેશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી) 30, મામુનુલ હકના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ ખિલાફત મજલિસ 20, ખિલાફત મજલિસ 10, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સાત, એબી પાર્ટી ત્રણ, નિઝામ-એ-ઇસ્લામી પાર્ટી બે અને બાંગ્લાદેશ ડેવલપમેન્ટ પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડશે. આ માહિતી જમાતના નાયબ-એ-અમીર સૈયદ અબ્દુલ્લા મોહમ્મદ તાહિરે ગુરુવારે મોડી સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, તાહિરે કાકરેલ વિસ્તારમાં ઇન્સ્ટિટ્યૂશન ઓફ ડિપ્લોમા એન્જિનિયર્સમાં આ જાહેરાત કરી. દરમિયાન, ગઠબંધનના મુખ્ય ઘટક પક્ષોમાંથી એક, ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ (આઈએબી) એ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો. તાહિરે કહ્યું કે, હજુ સુધી એ નક્કી થયું નથી કે ગઠબંધનના અન્ય બે ઘટક પક્ષો, બાંગ્લાદેશ ખિલાફત આંદોલન અને રાષ્ટ્રીય ગણતંત્ર પાર્ટી (જેજીપી) ને કેટલી બેઠકો ફાળવવામાં આવશે. બહિષ્કાર કરનાર ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ માટે 47 બેઠકો અનામત રખાઈ હતી.

દરમિયાન જમાત-એ-ઇસ્લામીએ આરોપ લગાવ્યો કે, અનેક વિસ્તારોમાં ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન છતાં ચૂંટણી પંચ નિષ્ક્રિય રહ્યું. જમાતના સહાયક મહાસચિવ, હમીદુર રહમાન આઝાદે અગરગાંવમાં મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીનને મળ્યા બાદ આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, એક રાજકીય પક્ષ ખુલ્લેઆમ આચારસંહિતાના ઉલ્લંઘન કરી રહ્યો છે અને કમિશન તેના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે. જે લોકો આચારસંહિતાના ઉલ્લંઘન નથી કરી રહ્યા, તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande