સિદ્ધાર્થ મલ્હોત્રાની વન ની રિલીઝ તારીખ, આગળ વધારવામાં આવી....
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની છેલ્લી ફિલ્મ પરમ સુંદરી પછી, ફરી સમાચારમાં છે. તેઓ હાલમાં તેમની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ વન - ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ ની તૈયારીમાં વ્યસ્ત છે, જેણે દર્શકોમાં
ફિલ્મ


નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની છેલ્લી ફિલ્મ

પરમ સુંદરી પછી, ફરી સમાચારમાં છે. તેઓ હાલમાં તેમની ખૂબ જ અપેક્ષિત

ફિલ્મ વન - ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ ની તૈયારીમાં વ્યસ્ત છે, જેણે દર્શકોમાં

ઘણો ઉત્સાહ જગાડ્યો છે. જોકે આ ફિલ્મ મૂળ મે 2026 માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે અટકળો તેજ થઈ ગઈ છે કે તેની રિલીઝ તારીખ મુલતવી

રાખવામાં આવશે.

અહેવાલો અનુસાર, સિદ્ધાર્થની ફિલ્મની રિલીઝ તારીખ મૂળ 15 મે, 2026 ના રોજ નક્કી

કરવામાં આવી હતી. અક્ષય કુમારની ભૂત બંગલા 3 એપ્રિલને બદલે, 15 મે ના રોજ રિલીઝ

થવાની શક્યતા છે. બંને ફિલ્મો, એકતા કપૂર દ્વારા નિર્મિત હોવાથી, એક જ દિવસે બે

મોટી ફિલ્મો રિલીઝ કરવી અવ્યવહારુ માનવામાં આવે છે. તેથી, વન ની નવી

રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે.

વન - ફોર્સ ઓફ ધ

ફોરેસ્ટ નું દિગ્દર્શન, દીપક મિશ્રા અને અરુણાભ કુમાર દ્વારા કરવામાં આવ્યું

છે, અને તેમાં

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તમન્ના ભાટિયા છે. ફિલ્મની વાર્તા એક પ્રાચીન જંગલની

પૃષ્ઠ ભૂમિ પર આધારિત છે,

જ્યાં સાહસ અને

રોમાંચનો અનોખો સંગમ જોવા મળે છે. અહેવાલો સૂચવે છે કે, ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક

જંગલોમાં કરવામાં આવી રહ્યું છે. જેથી તેની પ્રામાણિકતા જાળવી શકાય. ફિલ્મનું

પહેલું પોસ્ટર 16 જાન્યુઆરીએ, સિદ્ધાર્થના

જન્મદિવસ સાથે રિલીઝ થવાની ધારણા છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande