
નવી દિલ્હી, 18 જાન્યુઆરી (હિ.સ.) બોલીવુડમાં સાંપ્રદાયિક ભેદભાવ અંગેના તેમના
તાજેતરના નિવેદનને લઈને થયેલા વિવાદ વચ્ચે, દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાને પોતાનું
મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા અને ફિલ્મ ઉદ્યોગમાં ભારે ચર્ચા બાદ, રહેમાને સ્પષ્ટતા
કરી કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તેમનો ક્યારેય કોઈની
લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે નફરત ફેલાવવાનો ઈરાદો નહોતો.
ઓસ્કાર વિજેતા સંગીતકાર તાજેતરમાં તેમના નિવેદન માટે
સમાચારમાં છે, જેમાં તેમણે
જણાવ્યું હતું કે,” છેલ્લા 7-8 વર્ષમાં તેમને બોલિવૂડમાંથી ઓછી કામની ઓફર મળી છે અને આ
પાછળ કેટલાક સાંપ્રદાયિક કારણો હોઈ શકે છે.” આ ટિપ્પણીએ સોશિયલ મીડિયા
પર ભારે ચર્ચા જગાવી હતી,
જેમાં જાવેદ
અખ્તર સહિત ઘણી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી હતી. વધતા વિવાદ વચ્ચે, રહેમાને પોતાના
વલણને સમજાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો હતો.
વીડિયોમાં, રહેમાને કહ્યું, મારો હેતુ ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો કે,
નફરત ફેલાવવાનો નહોતો. હું એક સંગીતકાર છું, અને મારું કામ લોકોને એક કરવાનું છે, વિભાજીત કરવાનું
નથી. મેં ફક્ત મારા અનુભવો શેર કર્યા હતા, પરંતુ તેમનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું કે,” તેમનું આખું જીવન અને કારકિર્દી એકતા, આદર અને
સાંસ્કૃતિક સંવાદિતા માટે સમર્પિત છે.”
પોતાની તાજેતરની સિદ્ધિઓને યાદ કરતાં, રહેમાને જણાવ્યું
કે,” તેમનું ધ્યાન હંમેશા કલા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવા પર રહ્યું છે.”
તેમણે વેવ સમિટમાં જલા ના તેમના પ્રદર્શન, નાગાલેન્ડના યુવા
સંગીતકારો સાથેના તેમના કાર્ય અને બહુસાંસ્કૃતિક વર્ચ્યુઅલ બેન્ડ સિક્રેટ
માઉન્ટેન નો ઉલ્લેખ કર્યો. તેમણે હૈન્સ ઝિમર સાથે, ફિલ્મ રામાયણ માટે સંગીત
રચવાનો પણ ગર્વ વ્યક્ત કર્યો.
પોતાના સંદેશને સમાપ્ત કરતા, રહેમાને ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને
કહ્યું કે, તેઓ ભૂતકાળનું સન્માન કરે, વર્તમાનની ઉજવણી કરે અને ભવિષ્યને પ્રેરણા આપે તેવું સંગીત
બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે,” તેમના માટે, સંગીત હંમેશા
દેશની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક રહેશે, કોઈ કડવાશ કે વિભાજનનું નહીં.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ