
પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના મીયાણી નજીક લાઇટ ફિશીંગ કરતું પીલાણુ મળી આવ્યુ હતુ. તે ઉપરાંત પોરબંદરમાંથી રજીસ્ટ્રેશન વગર માચ્છીમારી કરતી લકડીયા ફાઇબર બોટ મળી આવી હતી. જેથી કુલ બે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.
લાઇટ ફિશીંગનો ગુન્હો ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક કોસ્ટલ સિકયુરીટી ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એમ.માલ તથા કોસ્ટલ સીકયુરીટી સુબોધ માનકર દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય, જે અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુજરાત રાજ્યના કોસ્ટલ વિભાગમાં બિનઅધિકૃત રીતે માચ્છીમારી કરતા તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી અટકાવવા અસરકારક બોટ પેટ્રોલીંગ કરી, ફિશરીઝ એકટ હેઠળના કેસો કરવા સુચના કરેલ હોય, જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ તા. 16-01-2026ના રોજ મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. પરમાર ગુજરાત રાજ્યની પ્રાદે શિક જળસીમામાં નાનુ પીલાણુ(નાની બોટ) માં બિનઅધિકૃત અને ગેરકાયદેસર રીતે એલ.ઈ.ડી. લાઇટનો ઉપયોગ કરી, ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા મીયાણી નજીકથી મળી આવતા પીલાણાના ટંડેલ દીવ ઘોઘલાના પ્રકાશકુમાર નારણભાઇ ફુલબારીયા વિરૂધ્ધમાં મીયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ના કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને 800 રૂા.ની એક એલ.ઈ.ડી. લાઇટ લેખે કુલ 11 લાઇટ કે જેની કિંમત 8800 રૂા. થવા જાય છે અને 20 રૂા. લેખે લેમ્પની કિંમત 800 રૂા. થવા જાય તે મળી કુલ રૂા. 9,600નો મુદામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં મીયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.પી. પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ જીવણભાઇ શાંખટ રોકાયેલા હતા.
હાર્બર મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. પ્રિયંકા રાઠોડ દ્વારા એવી ફરિયાદ નોંધાવાઇ છે કે તેઓ અને તેમની ટીમ દરિયાઈ વિસ્તારમાં બોટ પેટ્રોલીંગમાં માચ્છીમારી બોટો ચેક કરતા હતા ત્યારે ‘દિવ્યાસાગર' નામની ફાઇબર લકડીયા બોટ નજરે ચડી હતી. આથી માચ્છીમારનુ નામ પૂછતા પોરબંદરના ભાટીયા બજારમાં જગન્નાથશેરીમાં રહેતા સન્ની ઉર્ફે દાત જાદવ જુંગી હોવાનું જણાવ્યુ હતુ તે કોઇપણ જાતના રજીસ્ટ્રેશન કે ટોકન નંબર વગર માચ્છીમારી કરતો હોવાનુ જાણવા મળ્યુ હતુ જેથી ગેરકાયદેસર રીતે ફિશીંગનો ગુન્હો નોંધીને ધડપકડ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya