
અમદાવાદ, 18 જાન્યુઆરી (હિ.સ.) : સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવેલ કે , એક 48 વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્ર ને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ 15 જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં સેફ્ટી પીન ગળી જવાની તકલીફ સાથે લઈને આવેલ. દર્દી પાસે થી હિસ્ટ્રી જાણતા ખબર પડેલ કે દર્દી ખેંચની બીમારીથી પીડિત હતું અને આશરે 20 દિવસ પહેલા સેફટી પીન વડે દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયેલ. દર્દીનો એક્સરે કરાવતા દર્દીના C-7 અને T-1 મણકા ના લેવલે અન્નનળીમાં સેફ્ટી પીન ફસાઈ હોવાનું જાણવા મળ્યું.
તારીખ 16 જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઇલા ઉપાધ્યા તેમજ એનેસ્થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગ ને ઈજા થયા વગર સેફટી પીન બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન બાદ દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય જણાતા દર્દી હવે કોઈ તકલીફ વિના મોઢેથી ખાવાનું લઈ શકે છે તેમ ડોક્ટર ઈલાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ