ડબ્લ્યુપીએલ 2026: દિલ્હી પર પ્રભાવશાળી જીત બાદ, સ્મૃતિ મંધાના એ બોલરોની પ્રશંસા કરી
નવી મુંબઈ, 18 જાન્યુઆરી (હિ.સ.). મહિલા પ્રીમિયર લીગ ( ડબ્લ્યુપીએલ) 2026 સીઝનની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની પ્રભાવશાળી જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટીમના બોલિંગ યુનિટની પ્રશંસા કરી. તેણીએ કહ્યું કે, બધા બ
આરસીબી ની કેપ્ટન સ્મૃતિ મંધાના-ફોટો સોર્સ એક્સ


નવી મુંબઈ, 18 જાન્યુઆરી (હિ.સ.). મહિલા પ્રીમિયર લીગ ( ડબ્લ્યુપીએલ) 2026 સીઝનની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેની પ્રભાવશાળી જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટીમના બોલિંગ યુનિટની પ્રશંસા કરી. તેણીએ કહ્યું કે, બધા બોલરોએ પોતાની ફરજો સારી રીતે ભજવી.

મંધાનાએ મેચ પછી કહ્યું કે, દરેકે કેટલી અસરકારક રીતે બોલિંગ કરી તે જોઈને આશ્ચર્ય થયું, ખાસ કરીને પ્રથમ ત્રણ ઓવરમાં, જ્યારે અમે દિલ્હીની મજબૂત શરૂઆત તોડી નાખી અને ચાર વિકેટ લીધી. સયાલી સતઘરેએ તેના ડેબ્યૂમાં બે મહત્વપૂર્ણ વિકેટ લીધી, અને પછી બેલ (લોરેન બેલ) એ જે શ્રેષ્ઠ કરે છે તે કર્યું.

તેણીએ આગળ કહ્યું, મને લાગે છે કે બધાએ પોતાની યોજનાઓ સારી રીતે અમલમાં મૂકી. શેફાલી વર્મા જે રીતે બેટિંગ કરી રહી હતી તે ખરેખર શાનદાર હતી. તે સમયે, અમે અમારી વ્યૂહરચના બદલી અને તેના રન મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો. અમે જાણતા હતા કે શેફાલી એક મોટી બેટ્સમેન હતી જે મોટો સ્કોર કરવામાં સક્ષમ હતી, તેથી તેને વહેલી તકે આઉટ કરવી મહત્વપૂર્ણ હતી. કહેવું સહેલું છે, પરંતુ આખી ટીમે યોજનાઓને શાનદાર રીતે અમલમાં મૂકી.

મંધાનાએ અન્ય બોલરોની પણ પ્રશંસા કરતા કહ્યું કે, પ્રેમા અને રાધાએ સારી બોલિંગ કરી, અને તે તબક્કે આવેલા દરેક બોલરે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું.

પોતાની બેટિંગ અંગે, મંધાનાએ કહ્યું કે, તે એક સારી ઇનિંગ હતી. તેણીએ કહ્યું કે, લક્ષ્યનો પીછો કરવો ઘણીવાર લક્ષ્ય નક્કી કરવા કરતાં થોડું સરળ હોય છે, કારણ કે બેટ્સમેન જાણે છે કે શું કરવું, ખાસ કરીને આવી વિકેટો પર. જ્યારે દિલ્હીએ 160 ની આસપાસ સ્કોર કર્યો અને અમે ગ્રેસને વહેલા ગુમાવી દીધા, ત્યારે મને સ્પષ્ટ હતું કે કયા બોલરો પર હુમલો કરવો અને કોનું સન્માન કરવું. આ નાની વસ્તુઓ છે, જે ક્યારેક ટી-20 ક્રિકેટમાં કામ કરે છે અને ક્યારેક નથી કરતી, પરંતુ મને આનંદ છે કે તે આજે અમારા પક્ષમાં કામ કર્યું અને અમે મેચ જીતી ગયા.

શનિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા, શેફાલી વર્માની 62 રનની ઇનિંગને કારણે 20 ઓવરમાં તમામ 10 વિકેટે 166 રન બનાવ્યા.

જવાબમાં આરસીબી એ, કેપ્ટન સ્મૃતિ મંધાનાના શાનદાર 96 રન અને જ્યોર્જિયા વોલના 54 રનની અડધી સદીની મદદથી 18.2 ઓવરમાં બે વિકેટે 169 રન બનાવીને મેચ આઠ વિકેટથી જીતી લીધી.

આ જીત સાથે આરસીબી, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, સતત ચોથો વિજય નોંધાવ્યો છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ચારમાંથી ત્રણ મેચ હાર્યા બાદ ટેબલમાં તળિયે સરકી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande