હારીજની 1976ની કે.પી. હાઈસ્કૂલ બેચનો 50 વર્ષ પછીનો સ્નેહમિલન
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : હારીજની કે.પી. હાઈસ્કૂલની 1976ની ઓલ્ડ એસએસસી બેચના સહપાઠીઓનો 50 વર્ષ પછી સ્નેહમિલન હારીજ લોહાણા વાડી ખાતે યોજાયો. એકબીજાને મળતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવુક બન્યા અને પોતાના શાળા જીવનની જૂની યાદો તાજી કરી. આ બેચમાં 1976
હારીજની 1976ની કે.પી. હાઈસ્કૂલ બેચનો 50 વર્ષ પછીનો સ્નેહમિલન


પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : હારીજની કે.પી. હાઈસ્કૂલની 1976ની ઓલ્ડ એસએસસી બેચના સહપાઠીઓનો 50 વર્ષ પછી સ્નેહમિલન હારીજ લોહાણા વાડી ખાતે યોજાયો. એકબીજાને મળતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવુક બન્યા અને પોતાના શાળા જીવનની જૂની યાદો તાજી કરી.

આ બેચમાં 1976માં કુલ 160 વિદ્યાર્થી હતા, જેમાંથી 30 હવે સ્વર્ગસ્થ થયા છે. તે સમયે શાળામાં 32 શિક્ષકો હતા, જેમાંથી 18 ગુરુજનો સ્વર્ગસ્થ છે. સ્નેહમિલનમાં 100 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને 14માંથી 12 ગુરુજનો હાજર રહ્યા.

કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ ગુરુજનો અને સહપાઠીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. નંદુભાઈ મહેતાએ હિન્દી ગીતો ગાઈને વાતાવરણને ભાવુક બનાવ્યું. આ બેચના કેટલાક મહાનુભાવોમાં રાજકારણ, પોલીસ, ઉદ્યોગ અને વેપારમાં જાણીતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાની મુલાકાત લીધી, પોતાના વર્ગખંડમાં બેઠા અને જૂની યાદો તાજી કરી. આ પ્રસંગે તેમણે કે.પી. હાઈસ્કૂલને 51,000 રૂપિયા અને પાંજરાપોળને 11,000 રૂપિયાનું દાન આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande