જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મેંદરડા ખાતે મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ , 8 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત “મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની


જુનાગઢ , 8 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત “મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલા સરપંચ સાથે બાલિકા પંચાયત,દીકરી જન્મને ઉત્સવ બનાવવો, શિક્ષણ અને ડ્રોપ-આઉટ રેશિયો, ગામની સુરક્ષા, કન્યા કેળવણી નિધિ જેવા વિષયો પર સંવાદ યોજવામાં આવ્યો હતો. તેમજ દીકરી વધામણા કીટ વિતરણ, શૈક્ષણિક કીટ વિતરણ, વ્હાલી દીકરી યોજના મંજુરી હુકમ વિતરણ, મહિલા સ્વાલંબન યોજનાના સબસીડી પત્રક વિતરણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર એ મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોની જાળવણી અંગે ઉદબોધન કર્યુ હતુ.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન દહેજ પ્રતિબંધક અધિકારી બી.ડી.ભાડ દ્વારા કરવામાં આવ્યું હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી સી.જી.સોજીત્રા દ્રારા આપવામાં આવી હતી.મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી સરકારી હોસ્પિટલ મેંદરડાના અધિક્ષક ડૉ.સુહાગભાઈ ભાલોડીયા,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પૂજાબેન દ્ર્રારા આપવામાં આવી હતી.

આ મહિલા સરપંચો સાથેના સંવાદમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મનિષાબેન પાનસુરીયા, વિજયભાઈ , દિલીપભાઈ સોંદરવા, મેંદરડા સરપંચ જયાબેન ખાવડુ, સુશ્રીડોલીબેન અજમેરા તેમજ બહોળી સંખ્યામાં મેંદરડા તાલુકાના મહિલા સરપંચ અને સભ્ય તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande