
પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને જણાવવામાં આવે છે કે નર્મદા પાઈપલાઈન NC-38 તાત્કાલિક જાળવણી અને ટેકનિકલ કારણોસર બંધ રહેવાને કારણે 3 (ત્રણ) દિવસ પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં નહીવત પાણી પુરવઠો મળશે. આ સમયગાળા દરમિયાન શહેરના નાગરિકોને પીવાના પાણી અંગે જરૂરી આયોજન અગાઉથી કરી લેવા તથા પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. પાણી પુરવઠાની વ્યવસ્થા સામાન્ય કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે, અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સર્વે નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya