વાયબ્રન્ટ ગુજરાત રિઝયોનલ કોન્ફરન્સમાં શહેર માટે રૂા. 1354.50 કરોડના સિટી લોજિસ્ટીક પ્લાનની મનપાની જાહેરાત
જામનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેર મેટ્રો સીટી ભણી આગેકુચ કરી રહયુ છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત રીઝયોનલ કોન્ફરન્સ-રાજકોટમાં જામ્યુકો દ્વારા શહેરના સીટી લોજીસ્ટીક પ્લાનનુ લોન્ચિંગ કરાયુ હતુ. જેમાં વર્ષ 2047 સુધીમાં અંદાજે રૂા. 1354.50 કરોડના
સિટી લોજીસ્ટિક પ્લાન


જામનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગર શહેર મેટ્રો સીટી ભણી આગેકુચ કરી રહયુ છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત રીઝયોનલ કોન્ફરન્સ-રાજકોટમાં જામ્યુકો દ્વારા શહેરના સીટી લોજીસ્ટીક પ્લાનનુ લોન્ચિંગ કરાયુ હતુ. જેમાં વર્ષ 2047 સુધીમાં અંદાજે રૂા. 1354.50 કરોડના ખર્ચે ત્રણ ફેઇઝમાં માળખુ તૈયાર કરાયુ છે.

તાજેતરમાં વીજીઆરસી 2026 સમિટ દરમિયાન જામનગરના સીટી લોજિસ્ટીક પ્લાનનુ સત્તાવાર રીતે લોન્ચિંગ મેયર વિનોદભાઇ ખીમસુર્યા, સ્ટે. કમિટિના ચેરમેન નિલેષભાઇ કગથરા તથા મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદીની ઉપસ્થિતિ સાથે વરિષ્ઠ અધિકારીઓ, શહેરી આયોજનકારો અને વિવિધ હિતધારકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સીટી લોજિસ્ટિક પ્લાન શહેરમાં માલ પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા, ટ્રાફિક ભીડ ઘટાડવા, પર્યાવરણ પર પડતા પ્રભાવને ઓછો કરવા અને શહેરની સમગ્ર ગતિશીલતામાં વધારો કરવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ઝડપી ગતિએ વિકસતું શહેરી તથા ઔદ્યોગિક કેન્દ્ર બનતું જામનગર, આર્થિક વિકાસ અને નાગરિકોના જીવનમાન વચ્ચે સંતુલન સાધવા માટે સંરચિત અને દષ્ટિપૂર્ણ લોજિસ્ટિક માળખાની આવશ્યકતા ધરાવે છે.

જામનગર માટે તૈયાર કરવામાં આવેલ સિટી લોજિસ્ટિક્સ પ્લાન શહેરમાં માલસામાન અને માલવાહક વાહનોની ગતિ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટેની એક દીર્ઘદષ્ટિપૂર્ણ પહેલ છે. આ યોજનામાં આયોજનબદ્ધ ફ્રેઈટ મેનેજમેન્ટ, યોગ્ય માર્ગ વ્યવસ્થા, આધુનિક માળખાગત સુવિધાતથા અંદાજીત રૂ. 1354.50 કરોડના ખર્ચે કુલ 3 (ત્રણ) ફેઇઝમાં સને વર્ષ-2047 સુધીમાં શહેરી વિકાસ સાથે લોજિસ્ટિક્સના એકીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.આ યોજનાથી શહેરમાં ભારે વાહનોના કારણે થતા ટ્રાફીકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થરો, માળ પરિવહનની કાર્યક્ષમતા વધશે,હવા પ્રદુષણ અને ઇંધણ વપરાશમાં ઘટાડો થશે. સાથે સાથે સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને ઝડપી અને વિશ્વસનીય લોજીસ્ટીક્સ સેવાઓનો લાભ મળશે.

સીટી લોજિસ્ટીક પ્લાનનુ માળખુ ત્રણ ફેઇસમાં તૈયાર કરાયુ છે જેમાં પ્રથમ ફેઇઝ(સંભવત 2025-2030) દરમિયાન જાંબુડા રોડ, બેડી રોડનુ વાઇડનિંગ,ઉતર અને દક્ષિણ શહેરી વિસ્તારમાં જુદા જુદા બીજા રીંગ રોડ, અલીયાબાડા બાયપાસ રોડ,લોજિસ્ટિક પાર્ક વગેરે નિર્માણ કામગીરી તબકકાવાર હાથ ધરવામાં આવશે એવા નિર્દેશ સુત્રોમાંથી સાંપડી રહયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande