
ક્વેટ્ટા (બલુચિસ્તાન), પાકિસ્તાન, નવી દિલ્હી,18 જાન્યુઆરી
(હિ.સ.) સ્વતંત્રતા માટે લડતા જૂથ બલોચ લિબરેશન આર્મી (બીએલએ) ના ચાર વિદ્રોહી,
પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયા છે. બીએલએના પ્રવક્તા ઝૈનુદ
બલોચે આ વાતની પુષ્ટિ કરી. એક મીડિયા નિવેદનમાં હુમલાનું વર્ણન કરતા તેમણે પોતાના
ચાર કમાન્ડરોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી.
ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર, પ્ર”વક્તા ઝૈનુદ બલોચે જણાવ્યું હતું કે, આ
ઘટના 12 જાન્યુઆરીએ બની
હતી. બલુચિસ્તાન પર બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની સુરક્ષા દળોએ
કલાતના શોર પરુદ વિસ્તારમાં એક કામચલાઉ બીએલએ કેમ્પ પર હુમલો
કર્યો. આ હુમલામાં, બીએલએ એ, તેના ચાર
કમાન્ડરોને ગુમાવ્યા જેમના નામ - સંગત ઝોહિર ઉર્ફે હક નવાઝ, મંજૂર કુર્દ
ઉર્ફે બખ્તિયાર ચીતા, સમીઉલ્લાહ ઉર્ફે
જાવેદ ફાહલિયા અને નસીર અહેમદ ઉર્ફે મીરેક.
બીએલએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” બીએલએ સ્વતંત્રતાની માંગ
માટે પ્રતિબદ્ધ છે.તેના શહીદ કમાન્ડરોને શ્રદ્ધાંજલિ આપે છે. દરમિયાન, પાકિસ્તાન
આર્મીના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) દ્વારા કરાચીથી જારી કરાયેલા એક નિવેદનમાં
કહેવામાં આવ્યું છે કે,” અશાંત દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં બે બેંકો અને એક
પોલીસ સ્ટેશન પર, હુમલો કરનારા 12 આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં
માર્યા ગયા હતા.”
આઇએસપીઆરના જણાવ્યા અનુસાર, “લગભગ 15-20 આતંકવાદીઓએ ખારાન શહેરમાં બે બેંકો અને એક પોલીસ સ્ટેશન પર
હુમલો કર્યો હતો અને કેટલાક કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ કર્મચારીઓને બાદમાં
એક ઓપરેશન દરમિયાન સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.” નિવેદનમાં કહેવામાં
આવ્યું છે કે,” 15 જાન્યુઆરીએ
બેંકોમાંથી 34 લાખ પાકિસ્તાની
રૂપિયા લૂંટીને, આતંકવાદીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના પછી થયેલા ત્રણ
એન્કાઉન્ટરમાં 12 આતંકવાદીઓ
માર્યા ગયા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ