
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,18 જાન્યુઆરી (હિ.સ.)
પાકિસ્તાનના સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં એક શોપિંગ પ્લાઝામાં આજે, વહેલી સવારે
લાગેલી આગમાં ઓછામાં ઓછા પાંચ લોકો બળીને ખાખ થઈ ગયા હતા અને 20 થી વધુ લોકો
ગંભીર રીતે દાઝી ગયા હતા. આગને કાબુમાં લેવા માટે, ચૌદ ફાયર ગ્રૂપ કામ કરી રહ્યા
છે.
દુનિયા ન્યૂઝ અનુસાર, “શોપિંગ પ્લાઝા એમએ જિન્ના રોડ પર સ્થિત છે, જેને સ્થાનિક
રીતે ગુલ પ્લાઝા તરીકે ઓળખવામાં આવે છે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આગ
પ્લાઝાના ગ્રાઉન્ડ અને પહેલા માળે લાગી હતી. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા
છે.”
સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે જણાવ્યું હતું કે,” તેમણે ફાયર વિભાગ અને
રેસ્ક્યુ 1122 ને શક્ય તેટલી
વહેલી તકે, આગ ઓલવવા અને ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો સાફ કરવાનો નિર્દેશ આપ્યો છે.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર,”ત્રણ મૃતકોની ઓળખ આમિર, આસિફ અને ફરાઝ તરીકે થઈ છે. બે લોકોની ઓળખ થઈ નથી. આ
ઘટનામાં 20 થી વધુ લોકો
ગંભીર રીતે દાઝી ગયા હતા.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગની તીવ્રતા
સતત વધી રહી છે. આગ ઘણી વધુ દુકાનોને લપેટમાં લઈ ગઈ છે. વધુ વાહનો બોલાવવામાં
આવ્યા છે. સ્નોર્કલનો ઉપયોગ કરીને લોકોને પ્લાઝામાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ શોપિંગ પ્લાઝામાં 1,000 થી વધુ દુકાનો
છે.
કરાચીના મેયર બેરિસ્ટર મુર્તઝા વહાબએ, ગુલ પ્લાઝામાં આગને કારણે થયેલા
જાનમાલના નુકસાન પર ઊંડો શોક અને દુ:ખ વ્યક્ત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ