
પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : તા.26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણીનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રાની અધ્યક્ષતામાં રાણાવાવ સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રાંત અધિકારી નેહા સોજીત્રાએ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોની વિગતે ચર્ચા કરી હતી અને પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ સરકારી યોજનાઓના ટેબ્લો સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. સાથે જ પીવાનું પાણી તેમજ આરોગ્ય સુવિધાઓ જેવા આયોજનના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં, પ્રજાસત્તાક પર્વને અનુરૂપ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવાની, સ્થળ પર સ્વચ્છતા જાળવવાની, વૃક્ષારોપણ કાર્યક્રમો, તેમજ વિવિધ વિષયક સ્ટોલોની તૈયારી અંગે સમીક્ષા અને આયોજન ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પોરબંદર જિલ્લા કક્ષાનું મુખ્ય પ્રજાસત્તાક પર્વનું આયોજન રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya