


પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના 195 વર્ષથી વિશ્વાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા શ્રીમહાલક્ષ્મી માતાજીના પ્રાચીન મંદિરે શુક્રવારના રોજ ભક્તિભાવથી પરિપૂર્ણ એવા અદ્વિતીય આરતી મહોત્સવનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં દિવ્યો દીપકોથી શોભિત દીપમાળાના વચ્ચે, 108 ભાવિક બહેનો ભક્તિપૂર્વક આરતીની થાળીઓ લઈને શ્રીમહાલક્ષ્મી માતાજીની આરતી કરવમાં આવી હતી.
આ આરતી પૂજારીની આગેવાનીમાં સતત 28 મિનિટ સુધી એકસાથે ગુંજતી રહે છે, જે મંદિરમાં દિવ્યતા, તેજસ્વિતા અને અનંત ભક્તિભાવનું વિશ્વમંગલ દૃશ્ય સર્જે છે. આ દીપમાળાના સહયોગી પ્રેમદીપક ગેહલોટ (RJ) તથા બુંદીપ્રસાદના સહયોગી, સુશીલભાઈ મોઢા હતા. આ પવિત્ર દ્રશ્યના દર્શન માત્રે જ મન શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી પ્રેરિત થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya