ચાણસ્મા ખાતે RSS દ્વારા રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ચાણસ્મા ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 18 જાન્યુઆરી, રવિવારે બપોરે 3 વાગ્યે ચાણસ્મા વિદ્યાભારતી સ્કૂલના સંકુલમાં શરૂ થઈ હતી. સ્પર્ધામાં વિવિધ વયજૂથના
ચાણસ્મા RSS દ્વારા મકરસંક્રાંતિ ઉજવણી અંતર્ગત રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ચાણસ્મા ખાતે રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 18 જાન્યુઆરી, રવિવારે બપોરે 3 વાગ્યે ચાણસ્મા વિદ્યાભારતી સ્કૂલના સંકુલમાં શરૂ થઈ હતી.

સ્પર્ધામાં વિવિધ વયજૂથના લોકો ભાગ લેતા હતા. પ્રથમ વિભાગમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ, બીજા વિભાગમાં ધોરણ 12 પછીના સ્પર્ધકો અને ત્રીજા વિભાગમાં તરુણ પ્રૌઢ સ્પર્ધકોનો સમાવેશ થતો હતો. ચાણસ્મા ઉપરાંત ધાણો, ધરડા, સેંધા, મંડલોપ અને કંબોઈ ગામના સ્પર્ધકો પણ હાજર રહ્યા.

આ કાર્યક્રમ ચાણસ્મા આર.એસ.એસ. મંડલના સ્વયંસેવકો દ્વારા યોજવામાં આવ્યો હતો. સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ‘સંઘ શક્તિ કલૌ યુગે’ સૂત્રને પ્રસારિત કરવા માટે અને લોકો તંદુરસ્ત, નિરોગી રહી રાષ્ટ્ર માટે મજબૂત બને તે માટે આ રમતોત્સવનું આયોજન થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande