
સોમનાથ,19 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ જિલ્લામાં કોડીનાર નાં ડોળાસા ગામે આગામી 22 જાન્યુઆરીના રોજ વીરદાદા જશરાજ શૌર્યદિનની ઉજવણી કરવામાં આવશે. ડોળાસા લોહાણા મહાજન અને જલારામ યુવક મંડળના સયુંક્ત ઉપક્રમે વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિતે 22 જાન્યુઆરીનાં રોજ સાંજે 4 કલાકે મહિલા સત્સંગ કાર્યક્રમ યોજાશે. સાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. સાંજે 7:30વાગ્યાથી ખીચડી પ્રસાદ યોજાશે. ખીચડી પ્રસાદના મનોરથી મુકેશ પી.ભૂપતાણી પરિવાર છે. અને રાત્રે 9:30 વાગ્યાથી ભજન કીર્તન કાર્યકમ યોજાશે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ