
સોમનાથ, 19 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ જિલ્લાના સોમનાથમાં પ્રભાસ પાટણ ઝાપા નજીક આવેલી શિવ પોલીસ ચોકી સામે અકસ્માત
સર્જાયો હતો. વહેલી સવારે 6:30 વાગ્યાના સુમારે ઘટનાબની હતીપુરપાટ ઝડપે આવતી રીક્ષાએ મહિલા રાહદારીને અડફેટે લીધા હતા. 45 વર્ષીય આ મહિલાનેમાથાના ભાગે ગંભીર ઇજા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જી રીક્ષા ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો
મહિલા ને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રથમ સારવાર માટે પ્રભાસ સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયા
હતા અને વધુ સારવાર અર્થેવેરાવળનીઆદિત્ય બિરલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવીયા હતા અને પ્રભાસ પાટણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. CCTV ફૂટેજના આધારે નાસી છૂટેલા રીક્ષા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ