
નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ.): મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા વિવાદ અંગે, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. અરજીમાં મુસ્લિમ સભ્યોને આગામી શુક્રવારે, વસંત પંચમી પર પ્રાર્થના કરવાથી રોકવા અને ફક્ત હિન્દુઓને જ દેવી સરસ્વતીની પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા 07 એપ્રિલ, 2023 ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, હિન્દુઓને મંગળવાર અને વસંત પંચમી પર ભોજશાળામાં પૂજા કરવાની પરવાનગી છે, જ્યારે મુસ્લિમો શુક્રવારે બપોરે 01 થી 03 વાગ્યાની વચ્ચે નમાઝ પઢી શકે છે. જોકે, એએસઆઈ ના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, જો વસંત પંચમી શુક્રવારે આવે તો શું થશે.
વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, દેવી સરસ્વતીનું આ મંદિર 11 મી સદીમાં પરમાર રાજા ભોજે બનાવ્યું હતું. કોર્ટના આદેશ પર હાથ ધરાયેલા સર્વેમાં પણ અહીં મંદિરના અસ્તિત્વની પુષ્ટિ થઈ છે. એએસઆઈ નો આદેશ સ્વાભાવિક રીતે ખોટો છે, પરંતુ વસંત પંચમી દેવી સરસ્વતીની પૂજા માટે સમર્પિત દિવસ છે. હવન, પૂજા અને મહાઆરતી જેવા આવશ્યક ધાર્મિક વિધિઓ સંકલ્પથી અંતિમ પ્રસાદ સુધી કોઈપણ વિક્ષેપ વિના કરવા જોઈએ. ગર્ભગૃહની પવિત્રતા જાળવી રાખવી જોઈએ. તેથી, તે દિવસે નમાઝની મંજૂરી આપવી જોઈએ નહીં.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ